નમસ્કાર મિત્રો,
એજ્યુકેશન ગેમ ગણિત કૌશલ્યો વિકસાવવા માટે તેમજ બાળકોના જ્ઞાનમાં વધારો થાય , તેમજ બાળકો નું જ્ઞાન દ્રઢ થાય, બાળકોની આંતરિક શક્તિનો વિકાસ થાય , બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને સાચા જવાબ તરફ પ્રેરાય. બાળકો રમતા - રમતા સરળ રીતે હળવા થઇને આનંદ અને ઉત્સાહથી જવાબ આપે તેવા હેતુથી આ એજ્યુકેશન ગેમનો એક ઉપયોગ કરવામાં આવ્યો છે... https://holiday-school9638.blogspot.com/
હોલીડે એટલે રજાઓના દિવસોમાં અને આ કોરોનાના કપરાં કાળમાં બાળકો માત્રને માત્ર કરુણા ના સમાચાર જોઈ ભઈ અને બીક અનુભવે અથવા તો જરૂર વગર ની ગેમો રમી અને સમય પસાર કરે તેના કરતા એજ્યુકેશન ગેમ રમતા - રમતા બાળકો માં વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ , સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ ગણવા માટે 73 ના ઘડિયા નો ઉપયોગ, ગુણ નો ગુણાકાર, વગેરે... ગાણિતિક પદ્ધતિઓ નો બાળકોને ખ્યાલ આવે બાળકોમાં શૈક્ષણિક રમતો સો ટકા વિકાસ થાય તેઓ ઉમદા હેતુથી દરરોજ એક ટેસ્ટ પેપર એક ગેમ મૂકવામાં આવે છે બાળકો સુંદર જવાબો આપી પૂરેપૂરા માર્કસ મેળવે છે, તો જે કંઈ વાલી કે વિદ્યાર્થી ના હાથમાં આ હોલીડે ચેનલ આવે તો ચોક્કસ આ સમયે બાળકોના વિકાસ માટે શેર કરવાનું ચૂકતા… કારણ કે એજ્યુકેશન (ભણતર) માં કહેવાયું છે કે વિદ્યા વાપરતા વધે સહુ ધન ખૂટી જાય બળ બુદ્ધિ ને ધન વધે.... આ બાબતો દરેક વ્યક્તિ વાંચે છે સમજે છે જ્યારે અમલમાં નથી મુકતા. એક મેસેજ બીજી વ્યક્તિને શેર કરવા માટેની તકલીફ નથી લેવાતી ત્યારે રત્ન કણિકા નો કોઈ હેતુ સરતો નથી માટે હોલીડે ચેનલ આપના માટે ખૂબ ઉપયોગી છે. આપના હાથ લાગે તો ચોક્કસ એના તમામ પેજ તમામ પોસ્ટ વાંચજો....અને તમને ગમે તો શેર કરવાનું ચૂકતા નહીં કોઈક ભારત દેશના નાગરિક ને ઉપયોગી થઈ પડશે તો એક આંગળી કર્યાનું પુણ્ય તમે પ્રાપ્ત કરી શકશો આપણે વ્યક્તિના જીવનના કૌશલ્ય શીખવા માટે માત્રને માત્ર ભણતર એ પૂરતું નથી સમાજ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ સમાજના દરેક નાગરિકને જો એક મેસેજ સેન્ડ કરી અને આપણી બુદ્ધિમાં વધારો ન કરીએ તો ખરેખર આપણું નાગરિકત્વ ભારત દેશ માટે કેટલું શોભનીય છે ? તે વિચારી શકો છો, આપણે એજ્યુકેશન ગેમની વાત કરતાં તેમાં બે મુખ્ય વિષય લીધેલા છે
1. ગુણ્ય, ગુણક અને ગુણાકાર
2. વર્ગ અને વર્ગમૂળ..
વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય તેને પણ આપણે જોઈએ - કોઈપણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાનું તે સંખ્યા નો વર્ગ કહે છે તે મૂળ સંખ્યા ગુણાકાર દર્શાવતી સંખ્યાનું વર્ગમૂળ દાખલા તરીકે :- 8 X 8 બરાબર 64 જે 8 નો વર્ગ છે જ્યારે 8 એ 64 નું વર્ગમૂળ છે.. તે જ રીતે ઘન એક ને એક સંખ્યા સાથે ત્રણ વખત ગુણતા જે પરિણામ મળે છે તે ઘનમૂળ છે 73 નો ઘડીયો દિવસોમાં જ્યારે વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે તે ઉપયોગી થઈ પડે છે. તો ચોક્કસ આ ગેમ ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને બાળકો ગેમ રમી એમના અભિપ્રાયો એમની ભાષામાં કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરે તેવી આશા સાથે ગાણિતિક ગેમ રમવાની શરૂઆત કરીશું…
No comments:
Post a Comment